અમદાવાદ: રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
10 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર, વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરાનગર હવેલી ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,બોટાદ ,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે.
16 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યના 35 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ (Rain) વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ (Rain) નોંધાયો છે.
ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે રવિવારે સતત બીજા દિવસે વરસાદ (Rain) ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ (Rain) નોંધાયો છે.