Rain Forecast News: રાજ્યમાં એકસાથે વરસાદની ચાર મજબૂત સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે વહેલી સવારથી અમદાવાદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ સહિતના ઉત્તર-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થઈ ગયો છે.

Continues below advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ, ખેડા, વડોદરા અને સુરત સહિત 23 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં પોણા બે ઇંચ અને લુણાવાડા, વીરપુર તેમજ કડાણામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જ્યાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 24 ઇંચ સુધી પહોંચી ગયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઉપરવાસમાં ભારે આવકના કારણે સુરતનો મહત્વનો ઉકાઈ ડેમ 76.56 ટકા ભરાઈ જતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે કાંઠાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

Continues below advertisement

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ જળવાઈ રહેવાની વકી છે. તંત્ર દ્વારા નદીકાંઠાના ગ્રામજનોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં પાક માટે ખુશીનો માહોલ છે, પરંતુ ભારે પવન અને ભરાતા પાણીના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પણ પૂરતી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે.