શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

Rain Forecast News: યલો એલર્ટ અંતર્ગત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોને સાંકળી લેવામાં આવ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 16 જિલ્લા, 2 સંઘપ્રદેશોમાં હળવા વરસાદની આગાહી કરી.
  • સવારે ગાજવીજ સાથે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું.
  • વાતાવરણ બદલાતા ગરમીથી રાહત, નાગરિકોને સાવચેતી રાખવા સલાહ.

Rain Forecast News: હવામાન વિભાગ દ્વારા આજે સવારે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓ અને બે સંઘપ્રદેશોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સત્તાવાર આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં સવારે 10 વાગ્યા સુધીમાં ભેજ અને પવનના ફેરફારને કારણે છૂટ્ટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.

વિગતવાર માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા યલો એલર્ટ અંતર્ગત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોને સાંકળી લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પણ મેઘગર્જના સાથે હળવો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યના તટીય વિસ્તારો અને સંઘપ્રદેશ દમણ તેમજ દાદરા અને નાગર હવેલીમાં પણ સવારના સમયે છૂટ્ટાછવાયા સ્થળો પર હળવા વરસાદનું અનુમાન છે. વાતાવરણમાં સર્જાયેલા સ્થાનિક ભેજ અને પવનના નીચા દબાણને કારણે રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર નોંધાયો છે, જેનાથી ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી શકે છે.

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને વરસાદી આગાહી વચ્ચે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરો, વૃક્ષો કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરાઈ છે. આ વરસાદી ઝાપટાંથી ખેતીના પાકને ફાયદો થવાની સંભાવના છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર વાહનચાલકોએ સાવધાનીપૂર્વક મુસાફરી કરવી જરૂરી બનશે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
શાહુકારોના લાયસન્સ રદ થતા રાજુ કરપડાની સ્પષ્ટતા, કહ્યું - ‘મેં પોતે જ લાઈસન્સ...’
શાહુકારોના લાયસન્સ રદ થતા રાજુ કરપડાની સ્પષ્ટતા, કહ્યું - ‘મેં પોતે જ લાઈસન્સ...’
રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી ₹15 અને ₹22 ના ભાવે મળશે ખાંડ, તારીખ લંબાવાઈ
રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી ₹15 અને ₹22 ના ભાવે મળશે ખાંડ, તારીખ લંબાવાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
અમેરિકા-કેનેડા જવું હવે બનશે મોંઘું! સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના આ 5 મોટા નિયમો બદલાયા
અમેરિકા-કેનેડા જવું હવે બનશે મોંઘું! સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના આ 5 મોટા નિયમો બદલાયા
તૂટી શકે છે તમારો ઉપવાસ! રાજકોટમાં ફરાળી પેટીસનું મોટું કૌભાંડ પકડાયું, વાંચો વિગત
તૂટી શકે છે તમારો ઉપવાસ! રાજકોટમાં ફરાળી પેટીસનું મોટું કૌભાંડ પકડાયું, વાંચો વિગત
BCCI દ્વારા અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; બુમરાહનું કમબેક અને આ સ્ટાર બહાર!
BCCI દ્વારા અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; બુમરાહનું કમબેક અને આ સ્ટાર બહાર!
Embed widget