Gujarat Rains: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, આ માવઠાના કારણે સામાન્ય માણસો અને ખેડૂતોને મોટી હાલાકી પડી રહી છે. ગઇકાલે સુરતથી લઇને અમરેલી સુધી સળંગ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, આજથી 22 મેથી 28 મે સુધી સતત વરસાદ થવાના અહેવાલો છે, વરસાદની સાથેસાથે કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. 

ખાસ વાત છે કે, ગુજરાતના દરિયા કિનારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24 મેની આસપાસ સાયક્લોનિક સર્કયૂલેશન સર્જાશે. આગાહી મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં. હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો  ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.

વાવાઝોડા વરસાદનું આગામન ખાસ કરીને આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થશે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જયારે સુરત, ડાંગ, તાપી. રાજકોટ. પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ. દાહોદ, મહિસાગર, વડોદરા. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. 

ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે સુરત, તાપી, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ. મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂરા. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.