Rain Forecast: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાના કારણે નદી-નાળા અને જળાશયો છલકાઇ ગયા છે. આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે અંતર્ગત આજે પણ ગુજરાતમાં ભારથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે, આજે રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી છે, જેમાં 20થી વધુ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર,
દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે.
હાલમાં રાજ્યના 48 જળાશયો સંપૂર્ણ ભરાયા છે, જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 પાણી ભરાતા હાઈ એલર્ટ મૉડમાં છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વૉર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.
Rain Forecast : દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યા સર્જાઈ છે. મેદાની વિસ્તારોમાં સતત વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જાણો દેશના કયા-કયા રાજ્યોમાં વરસાદ પડશે. સમગ્ર ઉત્તર ભારત અત્યારે મેઘરાજાએ જમાવટ કરી છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાદળ છવાયેલા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પણ દિલ્હી સહિત દેશના 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD), પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વ ગુજરાત, કોંકણ અને ગોવામાં જણાવ્યા અનુસાર તેલંગાણા અને વિદર્ભના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?