Rain Forecast: અરબ સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. 13 મે બાદ ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ બંધ થઇ જશે. હાલ  એક સિસ્ટમ રાજસ્થાન પર પણ એક્ટિવ થઇ છે. જેના પગલે સતત ગુજરાતમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે. માવઠાની સ્થિતિએ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી છે. કેરી સહિતના બાગાયતી પાક,   બાજરી, મકાઇ, ડાંગર, એરંડા, શેરડી, જુવાર, તલ અડદ,  સહિતના પાકને નુકસાન થઇ રહ્યું છે. એવું સ્થિતિમાં રાહતના સમાચાર છે કે, 13 મે બાદ ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણ વિદાય લેશે એટલે કે વરસાદ બંધ થઇ જશે અને ફરી તાપમાનનો પારો ઊંચે જતાં આકરી ગરમીનો અનુભવ છે. 13 મે બાદ ગુજરાતમાં માવઠાનું સંકટ ટળી જશે.  

Continues below advertisement

છેલ્લા 4-5 દિવસથી વરસી રહેલા વરસાદે અનેક જગ્યાએ ભારે નુકસાનને નોતર્યુ છે.ત્રણ દિવસમાં આકાશી આફતે 21થી વધુના લોકોનો  જીવ લીધો છે. 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 45 પશુના પણ મૃત્યુ થયા છે, હવામાન વિભાગે હજુ પણ 12 મે સુધી વરસાદની આગાહી કરી છે.

મંગળવારે સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો.. ભાવનગરના મહુવામાં સતત છ કલાકમાં પોણા સાત ઈંચ, અમરેલીના લાઠીમાં અઢી ઈંચ, સાવરકુંડલામાં સવા બે ઈંચ અને લીલીયામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો  તો ખંભાતમાં ચાર ઈંચ અને નડિયાદમાં બે ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

અપર સિસ્ટમ સક્રિય હોવાથી હજુ 13 મે સુધી રાજ્યમાં માવઠાનો ખતરો તોળાઇ રહ્યોછે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં છુટ્ટા છવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આકાશી આફતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને  બાજરી અને ડાંગરના પાકને નુકસાન થયું છે.  તો ભાવનગર, રાજકોટ અને વલસાડમાં કેરીનાપાકને નુકસાન થતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવાની સ્થિતિ સર્જાઇ છે.

ભારે વરસાદની સ્થિતિને જોતા આજથી તમામ સચિવો પોતાના પ્રભારીઓને તેમના  જિલ્લામાં રોકાણ કરવાના કરાયા આદેશ આપ્યા છે.  બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ સચિવોને પોતાના પ્રભારી જિલ્લામાં જવાની આપી  સૂચના આપી છે

અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે વીજળી અને ગાજવીજ સાથે  વરસાદ વરસતા શહેરીજનો માટે મુશ્કેલી સર્જી છે. અહી સરેરાશ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો હતો.  નિચાણવાળા 118 સ્થળે પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો 5 સ્થળે ભૂવા પડતા અને શહેરમાં 29 વૃક્ષ ધરાશાયી થતાં  વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.