Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 22 અને 23 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, આગાહી પ્રમાણે, 22 જુલાઇએ વરસાદે ઠેક ઠેકાણે વિનાશ નોંતર્યો હતો, હવે આજે ફરી એકવાર મોટી વરસાદ આગાહી અપડેટ સામે આવ્યુ છે. તાજા રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ફરી એકવાર ગુજરાતના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી આફત વરસી શકે છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે રહી શકે છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ
મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ
લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ
અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ
પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ
વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ
જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ
વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ
મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ
36 તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
19 તાલુકામાં વરસ્યો સવા ઈંચથી વધુ વરસાદ
20 તાલુકામાં નોંધાયો એક ઈંચથી વધુ વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial