Rain in Junagadh city : જૂનાગઢમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કાળવા ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ફરી વરસાદ થતાં જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.   

Continues below advertisement

એક દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી

Continues below advertisement

જૂનાગઢ શહેરમાં ગઈકાલે વરસાદમાં વિરામ જોવા મળ્યા બાદ આજે ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનેક વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જૂનાગઢના કાળવા ચોક, બસ સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે.     

વરસાદને પગલે રસ્તાઓ પર પાણી

વરસાદના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જૂનાગઢ પંથકમાં ફરી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતી માટે વરસાદ મહત્વપૂર્ણ હોવાથી વરસાદી માહોલથી ખેડૂતોને રાહત મળી છે. 

જૂનાગઢ પંથકમાં હજુ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ પંથકમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આગામી દિવસોમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.  

3-4 દિવસમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. આગામી 3-4  દિવસમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેની અસર હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.