અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજુલા અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. 


બનાસકાંઠા જિલ્લામાં વરસાદ


બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો છે.  યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું છે.  આજે પૂનમના દિવસે અંબાજીમા વરસાદની શરૂઆત થઈ છે.  દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. 


આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. વરસાદી સિઝનના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે.  અંબાજી અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે.  અંબાજીમા વરસાદથી રોડ રસ્તાઓ ભીંજાયા છે.  


બનાસકાંઠા જિલ્લાનામાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે.  દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સમગ્ર તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.


ધૂળની ડમરી બાદ સીઝનનો પ્રથમ વરસાદ શરૂ થયો હતો.  અંબાજી, હડાદ, મંડાલી સહિતના આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.   


આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ


ગુજરાત હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.


23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.   જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી  છે.


25 જૂને ભારેથી અતીભારે વરસાદની આગાહી ભાવનગર, ભરૂચ અને સુરતમાં જ્યારે ભારે સામાન્ય વરસાદની આગાહી અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં છે.


અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.