અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈ આગાહી કરી છે. ભારે પવન સાથે સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદયપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્ટમ સક્રિય થઈ છે. કાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
30 જૂનના રોજ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 જુલાઇના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
2 જુલાઇના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.