Rain: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠું, તુવેર-કપાસ-એરંડા, ઘઉં સહિતના પાકને મોટા નુકસાનની ભીતી
Unseasonal Rain: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકતાં ખેતી પાકોને નુકસાનની ભીતિ છે

Unseasonal Rain: શિયાળની વિદાય વચ્ચે ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાજ્યમમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ રહ્યું છે. ગઇકાલે સુરતથી લઇ ભરૂચ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પેઢી છે. તુવેરથી લઇ કપાસ, એરંડા અને ઘઊં સહિતના પાકોને મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકતાં ખેતી પાકોને નુકસાનની ભીતિ છે. તાજા અપડેટ પ્રમાણે, અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોતા, હાંસોટના સુણેવ, ઓભા, આસર સહિતના ગામોમાં માવઠુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે, ખાસ કરીને તુવેર, કપાસ, એરંડા, ઘઉં પકવતા ખેડૂતોના પાકને નુકસાનીની મોટી ભીતી છે. કમોસમી વરસાદના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક રોડ-રસ્તા પાણી પાણી થયા હતા.
વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
છેલ્લા બે દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદ, કરા અને વાવાઝોડા સાથે વીજળી પડવાથી હવામાનમાં પલટો આવ્યો છે. જોકે, હવામાન હવે યુ-ટર્ન લઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં ગરમીનું મોજું ફરી વળવાની તૈયારી છે, ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમી અનુભવાઈ રહી છે. હોળી પહેલા જ તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે. હવામાન વિભાગે 19 ફેબ્રુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અને 21 અને 22 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં તાપમાનમાં વધુ વધારો થવાની આગાહી કરી છે. 20 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેનાથી ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમીનો અનુભવ થશે.























