Sabarkantha Rain: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદે બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ વરસ્યો છે. સાબરકાંઠાની સાથે સાથે રાજસ્થાન વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી સાબરકાંઠાની નદીઓમાં નવી નીર આવ્યા છે. જિલ્લાની મોટાભાગના નદીઓમાં પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે.

Continues below advertisement

તાજા અપડેટ પ્રમાણે, સાબરકાંઠાની ઈડરની ઘઉંવાવ નદીમાં નવા નીર આવ્યા છે, નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે, ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલમાં શામળાજી- અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીર આવેલા જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં સારા વરસાદથી મેશ્વો ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. અચાનક મેશ્વો નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત અરવલ્લીના ભિલોડા તાલુકાની ત્રણ નદીઓ બે કાંઠે છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીર આવ્યા છે. તેમાં હાથમતી, બુઢેલી, ઈન્દ્રાસી નદી બે કાંઠે થઈ છે. જેમાં ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. સીઝનમાં પ્રથમવાર નદીઓમાં નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ છે જેમાં મેઘરજ 5 ઇંચ, મોડાસા 4 ઇંચ વરસાદ અને ધનસુરા અને માલપુરમાં પણ બે ઇંચ વરસાદ આવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ આવ્યો છે. ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ખેડબ્રહ્મામાં 10 ઇંચ અને વડાલીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન પ્રથમ વાર હરણાવ નદી બે કાંઠે થઇ છે.

Continues below advertisement

હવામાન વિભાગની 22 જૂનની આગાહીહવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 જૂનને રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.