Gujarat Rain: નવસારીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હાલ સ્થિતિ વિકટ બની ગઇ છે. આજે નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદની આંકડા સામે આવ્યા છે. નવસારીમાં 68 મિમી (2.83 ઈંચ) વરસાદ ખાબક્યો છે, જલાલપોરમાં 44 મિમી (1.83 ઈંચ) વરસાદ વરસ્યો છે અને ગણદેવીમાં 61 મિમી (2.54 ઈંચ) વરસાદ વરસ્યો છે. નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના બે મોટા ડેમ અને ત્રણ મોટી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.

અત્યારે નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ વહી રહી છે. હાલ પુરના નદી ૨૪ ફૂટ પર વહી રહી છે. ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીથી ૧ ફૂટ ઉપર વહી રહી છે. રાત્રે ૨૬ ફૂટે વહેતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પુરની સ્થિતિ બનતા 550 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. મોડી રાત સુધી પૂર્ણા નદીનું જળસ્તર સ્થિર રહ્યા બાદ પાણી ઉતરવાના શરૂ થયા હતા.

જિલ્લામાં આવેલી ડેમની સપાટીજૂજ ડેમ : 164.70 (ઓવર ફલો 167.50)કેલીયા ડેમ : 111.25 (ઓવર ફલો 113.40)

જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટીઅંબિકા નદી :  24.27 ફુટ (ભયજનક 28 ફુટ)પૂર્ણા નદી : 24 ફૂટ (ભયજનક 23 ફુટ) કાવેરી : 13.00 ફૂટ (ભયજનક 19 ફુટ)

નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડાનવસારી : 68 મિમી (2.83 ઈંચ)જલાલપોર : 44 મિમી (1.83 ઈંચ)ગણદેવી : 61 મિમી (2.54 ઈંચ)ચીખલી : 64 મિમી (2.66 ઈંચ)ખેરગામ : 44 મિમી (1.83 ઈંચ)વાંસદા : 90 મિમી (3.75 ઈંચ)

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, સાતમી જુલાઈએ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. આઠમી જુલાઇએ, કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.