Rain News Updates: એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, લોકો ગરમીથી ત્રાહિમામા પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે આ બધાની વચ્ચે ચોમાસાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાનકાર પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતાં રાહતના સમાચાર આપ્યા છે. આ વર્ષે ભાદરવો ભરપૂર રહેવાનો છે. આ વર્ષે સપ્ટેમ્બર એટલે કે ભાદરવો મહિનો વરસાદથી ભરેલો રહેશે. શિયાળું પાક અને ઉનાળું પાકની દ્રષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનાનો વરસાદ મહત્ત્વનો હોય છે. 

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની મોટી આગાહી કરવામા આવી છે, જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ચોમાસું કેવું રહેશે તે અંગે મોટું અપડેટ આપ્યુ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 5-6 વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે. સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે. 2025ના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે. જુન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પણ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના 8-9 દિવસ બની શકે કે વરસાદ ન હોય, બાકી 20-21 દિવસ વરસાદ જોવા મળશે. 8-9 દિવસનો ગેપ એકધારો નહીં પરંતુ છૂટોછવાયો હશે. આ મહિનામાં હેલીનો માહોલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના વરસાદ દરમિયાન અનેક જગ્યાએ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. એટલે કે વરસાદ સાથે પવનનું પ્રમાણ પણ હશે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને, સપ્ટેમ્બર મહિનો ખૂબ અગત્યનો છે.

કાતિલ ગરમી વચ્ચે રાજ્યના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી26 એપ્રિલ પછી તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાન વારંવાર બદલાશે. રાજ્યમાં પવન જોરદાર રહેશે, જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 20 એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. તેથી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ સાથે જ વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, કંડલામાં 36, કંડલામાં 45, અમરેલીમાં 42, સુરેન્દ્રનગરમાં 41, ભાવનગરમાં 41 તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 37, ડીસામાં 41, ગાંધીનગરમાં 42 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 22 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડશે. રાજ્યના 8 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. 26મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. 26મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.