Valsad Rain: ગુજરાતમાં ગઇરાત્રિથી મેઘરાજેએ દક્ષિણના જિલ્લાઓમાં તબાહી મચાવી છે. મોડીરાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ કહેર વર્તાવી રહ્યો છે. આજે સવારથી જ વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સવારતી અહીં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે, અનેક વિસ્તારોમાં પાણી ભરતા 32થી વધુ રૉડ રસ્તાને બંધ કરવા પડ્યા છે. ખાસ વાત છે કે, નદીઓમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, અને NDRFની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વલસાડમાં પહોંચી ગઇ છે સવારથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે વલસાડ કલેક્ટરે પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે અને NDRFની ટીમ પણ પણ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચૂકી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો મધુબન ડેમની જળસપાટી સતત વધી રહી છે. દર કલાકે ડેમમાંથી દમણ ગંગા નદીમાં 25 હજારથી વધુ ક્યૂસેક પાણીને છોડાઇ રહ્યું છે.
આજના દિવસમાં રાજ્યના 91 તાલુકામાં વરસ્યો વરસાદઆજના દિવસમાં વાપીમાં ખાબક્યો સાડા ચાર ઈંચ વરસાદઆજના દિવસમાં ધરમપુરમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદઆજના દિવસમાં પારડીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદઆજના દિવસમાં હાંસોટમાં ખાબક્યો 3.58 ઈંચ વરસાદઆજના દિવસમાં ખેરગામમાં ખાબક્યો 3.54 ઈંચ વરસાદઆજના દિવસમાં ઓલપાડમાં ખાબક્યો સાડા ત્રણ ઈંચ વરસાદઆજના દિવસમાં કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદઆજના દિવસમાં વઘઈમાં 3.39 ઈંચ વરસાદઆજના દિવસમાં વાલિયામાં 3 ઈંચ વરસાદઆજના દિવસમાં ઉમરપાડામાં 2.83 ઈંચ વરસાદઆજના દિવસમાં માંગરોળમાં 2.48 ઈંચ વરસાદઆજના દિવસમાં ડાંગ આહવામાં 2.24 ઈંચ વરસાદઆજના દિવસમાં વલસાડમાં 2.9 ઈંચ વરસાદઆજના દિવસમાં વલસાડમાં 2.9 ઈંચ વરસાદઆજના દિવસમાં કામરેજમાં 2 ઈંચ વરસાદઆજના દિવસમાં સુબીરમાં 2 ઈંચ વરસાદઆજના દિવસમાં બારડોલીમાં 1.97 ઈંચ વરસાદઆજના દિવસમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદઆજના દિવસમાં વાંસદામાં દોઢ ઈંચ વરસાદઆજના દિવસમાં ચીખલીમાં 1 ઈંચ વરસાદઆજના દિવસમાં વ્યારામાં દોઢ ઈંચ વરસાદઆજના દિવસમાં નેત્રંગમાં દોઢ ઈંચ વરસાદઆજના દિવસમાં સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદઆજના દિવસમાં ગરબાડામાં 1 ઈંચ વરસાદઆજના દિવસમાં પલસાણામાં એક ઈંચ વરસાદઆજના દિવસમાં વાલોડમાં એક ઈંચ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.