Weather update: લાબાં સમયની પ્રતિક્ષા બાદ ફરી મેઘરાજાનું રાજ્યમાં આગમન થયું છે. 26 ઓગસ્ટ સુધી રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી


લાબાં સમયની પ્રતિક્ષા બાદ ફરી મેઘરાજાનું રાજ્યમાં આગમન થયું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેહૂલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ, વાપી અને સૌરાષ્ટ્રમાં લીલિયા અને ભાવનગર, ધારીમાં 4થી 5 ઇંચ વરસાદ નોંધાયા છે. રાજ્યના 26 જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


ગુજરાતમાં ચોમાસીની શરૂઆત નબળી રહેતા ધરતી પુત્રો નિરાશ થાય હતા. જો કે છેલ્લા 2થી 3 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં ફરી સારા વરસાદની આશા જાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો જાણીએ ગુજરાતના ક્યા  જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.


રાજ્યમાં ક્યાં જિલ્લામાં ક્યારે થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 24 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી સોરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ, દમણ તથા દાદરના નગર હવેલી, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં  મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.


22 અને 24 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી,. ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો તાપી, ડાંગ, વલસાડ, સુરત, માં પણ આ બે દિવસ વરસાદી માહોલ રહી શકે છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 22થી 26 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થઇ શકે છે.


ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.  રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, , ગીર સોમનાથમાં મેઘના મંડાણ થયા છે. 26 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.42% વરસાદ નોંધાયો છે.