Gujarat Weather Forecast: ઉત્તર પ્રદેશ, દિલ્લી હરિયાણામાં પર હાલ ગાઢ વાદળો છવાયેલા છે. જેના કારણે હાલ ઉત્તર પ્રદેશ, દિલ્લી, હરિયાણા સહિતના આસપાસના વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનશે અને થોડું ગુજરાત તરફ વળે તેવી શકયતાને જોતા 8થી 15 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મોડલ મુજબ એક ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 8 ઓગસ્ટથી ગુજરાત રિઝન સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આ સમયગાળાાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 8,9.10 ઓગસ્ટ સમય દરમિયાન ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ 13થી 15 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. ટૂંકમાં 8થી 15 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની કોઇ શકયતા નથી.
આ પણ વાંચો: Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
8થી 10 દરમિયાન ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઓગસ્ટ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા,ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગરહવેલી, પાટણ, મહેસાણા,ગાંધીનગર,ખેડા, આણંદ, અમદાવાદ, આ સિવાય સૌરાષ્ટ્રમાં છૂટછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દેવભૂમી દ્રારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં કાલથી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
