અમદાવાદ: રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી કરાઈ  છે.   રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું  અનુમાન છે. 

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસશે વરસાદ 

જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   

કેરળમાં ચોમાસાનું વહેલું આગમન 

દક્ષિણપશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાંથી તેની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને 15  ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત ફરે છે. 16 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે. કેરલમાં ચોમસાની એન્ટ્રી થઈ ગઈ છે.  આ વર્ષે, 2009 પછી પહેલી વાર, ચોમાસુ ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચી ગયું છે.

રાજ્યમાં 8 જૂન સુધી વરસાદની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદનું સિલસિલો યથાવત છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  રાજ્યમાં આજથી 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી  છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે. 

હાલ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં દેશના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે. હવે ગુજરાત ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.