Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.
7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
આજે રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.
આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?
12 જુલાઈ: મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' છે.13 જુલાઈ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' રહેશે.
14 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં 'યલો એલર્ટ' ની આગાહી છે.15 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં 'યલો એલર્ટ' રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદ પડી શકે છે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.