અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લાં 5 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અલબત્ત શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં આંશિંક ઘટાડો નોંધાયો છે છતાં ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં આવતા અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.
હવામાન ખાતાની આગાહી મુજબ, રાજ્યમાં 5 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વાર ખેતીને નુકસાન થવાની શક્યતાથી ચિંતિત બન્યા છે.
કોરોનાએ કાળો કેર વર્તાવતાં વધુ એક રાજ્યમાં લાગ્યું નાઇટ કર્યું, બીજા શું લાગ્યા નિયંત્રણ
પંજાબઃ સમગ્ર દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજ્ય દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.