રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે.
આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અુમાન છે.
બીજા બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ