છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 6.2 ઈંચ અને બારડોલીમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ક્યાં કેટલો વરસાદ
- સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ
- સુરતના બારડોલીમાં સાડા પાંચ ઇંચ વરસાદ
- પંચમહાલના હાલોલમાં સવા ચાર ઇંચ વરસાદ
- સુરતના ચોર્યાસીમાં ચાર ઇંચ વરસાદ
- સુલતના મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ
- તાપીના વાલોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
- સુરતના શહેરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
- ડાંગના વઘઈમાં સવા ત્રણ ઇંચ વરસાદ
- ખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ
- નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
- ભરૂચના વાલીયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
- ખેડાના વાસોમાં અઢી ઇંચ વરસાદ
- નવસારીના ચિખલીમાં અઢી ઇંચ વરસાદ
- આણંદના ખંભાતમાં અઢી ઇંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વરસાદ
- નવસારીના વાસંદામાં સવા બે ઇંચ વરસાદ
- ભરૂચના વાગરામાં સવા બે ઇંચ વરસાદ
- ખેડાના કપડવંજમાં સવા બે ઇંચ વરસાદ
- નવસારીના ગણદેવીમાં બે ઇંચ વરસાદ
- દાહોદના ફતેપુરામાં બે ઇંચ વરસાદ
- ભરૂચના અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ
- તાપીના ડોલવણમાં પોણા બે ઇંચ વરસાદ
- નવસારીમાં પોણા બે ઇંચ વરસાદ
- ભરૂચના નેત્રંગમાં પોણા બે ઇંચ વરસાદ
- તાપીના વ્યારામાં પોણા બે ઇંચ વરસાદ
- ડાંગના આહવામાં દોઢ ઇંચ વરસાદ
- રાજકોટમાં સવા ઇંચ વરસાદ
- સુરતના ઓલપાડમાં સવા ઇંચ વરસાદ
- નવસારીના જલાલપોરમાં સવા ઇંચ વરસાદ
- વલસાડમાં સવા ઇંચ વરસાદ
- ગીર સોમનાથના તાલાલામાં સવા ઇંચ વરસાદ
- વડોદરાના સીનોરમાં સવા ઇંચ વરસાદ
- આણંદના આંકલાવમાં એક ઇંચ વરસાદ
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.