Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 28 સપ્ટેમબર સુધી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 સપ્ટેમ્બર શનિવાર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે પરંતુ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ
નર્મદાના સાગબારામાં 7 ઈંચ
સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઈંચ
જુનાગઢ જિલ્લામાં 5 ઈંચ
જુનાગઢ શહેરમાં 5 ઈંચ
સુરતના ઉમરપાડામાં સવા 4 ઈંચ
રાજકોટના ધોરાજીમાં સવા 4 ઈંચ
જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ
જુનાગઢવા માંગરોળામાં 4 ઈંચ
પોરબંદર જિલ્લામાં 4 ઈંચ
વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. વાપી, વલસાડ ,પારડી, ધરમપુર પંથકમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તા પાણી પાણી થઇ ગયા. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયુ છે. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા ગામમાં વરસાદ વરસતાં અનેકરસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ
રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ
દ્વારકાના ભાણવડમાં 4 ઈંચ
તાલાલામાં 4 ઈંચ
રાણાવાવમાં 4 ઈંચ
નવસારી, જલાલપોરમાં પોણા 3 ઈંચ
વિસાવદર અને વંથલીમાં 3 ઈંચ
શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છમાં પણ મોસમનો મિજાજ બદલાયો હતો. . ભુજોડી, કુકમા, માધાપર અને ભૂજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા છે.ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં.. ધોધમાર વરસાદને પગલે ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોના રોડ-રસ્તા જળબંબાકાર થયા છે.
ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 131.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.03 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 136.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 110.19 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ