Rain Update: ગુજરાતમાં ઓગસ્ટમાં મેઘરાજાએ જમાવટ કરી છે. હવામાન વિભાગે હજુ 25 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુરમાં 4.49 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં 4.29 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો તો  રાજકોટના કોટડા સંઘાણીમાં 3.98 ઈંચ વરસાદ વરસ્યો અને વલસાડના પારડીમાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

દાંતા - 2.32 ઈંચ

માળિયા ( મોરબી )- 2.28 ઈંચ

ટંકારા - 2.13  ઈંચ

મોરબી - 1.93  ઈંચ

જામકંડોરણા -  1.93 ઈંચ

ભાણવડ-1.73 ઈંચ

ધ્રાંગધ્રા- 1.54 ઈંચ

કાલાવડ -1.46 ઈંચ

વ્યારા - 1.3 ઈંચ

વાંકાનેર -  1.22 ઈંચ

ગોંડલ-  1.22 ઈંચ

લોધિકા -1.18 ઈંચ

થાનગઢ - 1.14 ઈંચ

ચોટીલા-   1.1 ઈંચ

રાજકોટ- 1.1 ઈંચ

સુરત શહેર-    1.1 ઈંચ

કુકરમુંડા -1.02 ઈંચ

હળવદ- 1.02 ઈંચ

પડધરી -1.02 ઈંચ

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ

આજે બે કલાકમાં મોરબીના માળિયા મીંયાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. માળિયા મિયાણામાં બે કલાકમાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો. આજે બનાસકાંઠાના દાંતામાં બે કલાકમાં બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં 1.14 ઈંચ,રાજકોટના જામકંડોરણામાં 1 ઈંચ, જામનગરના કાલાવડમાં 1 ઈંચ, ગીર સોમનાથના ઉનામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.

6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહીની વચ્ચે બપોરે 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 2.32 ઈંચ વરસાદ વરસ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં માળિયા(મીં) તાલુકામાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત મોરબીના ટંકારામાં 2.13 ઈંચ, મોરબી શહેરમાં 1.93 ઈંચ, જામકંડોરણામાં 1.93 ઈંચ, દ્વારકાના ભાણવડમાં 1.73 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.54 ઈંચ,  જામનગરના કાલાવડમાં 1.46 ઈંચ,તાપીના વ્યારામાં 1.30 ઈંચ,બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીના વાંકાનેરમાં 1.22 ઈંચ, રાજકોટના ગોંડલમાં 1.22 ઈંચ,રાજકોટના લોધિકામાં 1.18 ઈંચ,સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.14 ઈંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 1 ઈંચ વરસાદ વરસ્યો.

26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.

રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ

હવામાન વિભાગે આજે  રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.