Gujarat Rains: રાજ્યમાં ચોમાસાએ ગતિ પકડી છે. જેના ભાગરૂપે સવારે 10 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધીમાં 24  તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી પણ કરી છે. 

Continues below advertisement

12 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ 

Continues below advertisement

રાજ્યમાં વરસાદના આંકડાની વાત કરીએ તો   બપોરે 12 વાગ્યા સુધીમાં આઠ તાલુકામાં અડધાથી દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સવારે 10 વાગ્યથી લઈ બપોરના 12 વાગ્યા સુધીમાં 24 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પલસાણામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જલાલપોરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.  સુરતના મહુવામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  સુરતના કામરેજમાં એક ઈંચ, નવસારીમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાલોડમાં પોણો ઈંચ, ધરમપુરમાં પોણો ઈંચ, વલસાડના પારડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ચોમાસુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં એક કલાક વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.  આ સમય દરમિયાન વરસાદની સાથે 40થી 60 કિમીની ગતિએ પવન ફૂંકાશે.