ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે દમણ અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે તેવું અમારું અનુમાન છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 1.7 ઈંચ નોંધાયો. આ ઉપરાંત
દાહોદાના સંજાલીમાં 1.4 ઈંચ, તાપીના વ્યારામાં 1.1 ઈંચ, દાહોદના ગરબાડામાં 20 એમ એમ, જૂનાગઢના માણાવદરમાં 13 એમ એમ વરસાદ નોંધાયો હતો.