ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં  વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં અડધો ઈંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે.  અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અમરેલી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. લાઠી શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે હળવો વરસાદ પડી રહ્યો છે. અમરેલી શહેરમાં સવારથી જ ઘનઘોર વાદળો છવાયા હતા. હાલ ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

રાજ્યમાં વરસાદના કારણે કુલ 10 રસ્તાઓ બંધ છે.  વરસાદના કારણે વાહન વ્યવહાર માટે રાજ્યમાં પંચાયતના 10 માર્ગ બંધ છે.  તાપીમાં પંચાયતના 4 માર્ગ, વલસાડના પંચાયતના 2 માર્ગ, ડાંગના પંચાયતના 2 માર્ગ, અને જામનગરના 2 માર્ગ વરસાદના કારણે બંધ છે. 

રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરુ થયો છે. જિલ્લાના રોણકી ગામમાં મેઘમહેર થઈ છે. અહીં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરુ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ક્યા તાલુકામાં 15 ટકા પણ વરસાદ નહીં

લાખણી          7.41 ટકા

થરાદ              8.17 ટકા

ઠાસરા            10.31 ટકા

વાવ                10.94 ટકા

વિછીંયા           11.30 ટકા

ગળતેશ્વર          11.37 ટકા

ઉચ્છાલ           12.39 ટકા

સાંતલપુર          2.88 ટકા

ક્યા તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ

આણંદ             70.60 ટકા

તીલકવાડ         65.42 ટકા

લોધિકા            61.43 ટકા

છોટા ઉદેપુર      59.07 ટકા

કાલાવાડ           58.20 ટકા

ગારિયાધાર        56.42 ટકા

ભુજ                  55.63 ટકા

રાજકોટ            54 ટકા

પાદરા              53.57 ટકા

વેરાવળ            52.85 ટકા

ખેરગામ            52.50 ટકા

અંકલેશ્વર           50.85 ટકા

બોટાદ              50 ટકા

દાંતા                 50 ટકા

ધોરાજી             50 ટકા

જેતપુર પાવી      50 ટકા