રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ દેશભરમાં કરણી સેના વિરોઘ પ્રદર્શન કરી રહી છે. તેના પડઘા ગુજરાત સુધી પડ્યાં છેય
રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યાની ઘટના બાદ જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજસ્થાનમાં તેમના સમર્થકો રોડ પર ઉતર્યાં છે અને હત્યારાને કડડમાં કડક સજાને માંગણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કરણી સેનાએ આજે હત્યાના વિરોધમાં સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કર્યું છે. રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડધા ગુજરાત સુધી પડ્યાં છે. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે. તો બીજી તરફ રાજકોટમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે લડાયક મૂડમાં છે. રાજકોટના કરણી સેનાના અધ્યક્ષ આશાબા વાઘેલાએ કહ્યં કે, સુખદેવ સિંહની જિંદગી ખતરામાં હતા તેઓ જાણતા હતા અને તેમણે પ્રોટેકશન પણ માગ્યું હતું પરંતુ પોલીસે પ્રોટેકશન ન આપ્યું, રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે.
ક્ષત્રિય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યાં છે. આજે દાંતીવાડાનું પાંથાવાડા સજ્જડ બંધ રહ્યું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના સમર્થકોએ હત્યારાને તાત્કાલિક કડક સજા મળે અને પરિવારના ન્યાય મળે તેવી માંગણી કરી છે.
રાજસ્થાનમાં સુખદેવ સિંહ ગોગામેડીને મંગળવારે બપોરે જયપુરમાં બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થઈ ગયું. ફાયરિંગ દરમિયાન ગોગામેડીના ગનમેન સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. બંદૂકધારી સહિત બે ઘાયલોને સવાઈમાન સિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક હુમલાખોરનું ક્રોસ ફાયરિંગમાં મોત થયું હતું.