Ration Card:  જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકોને સુગમતા રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા “Mera Ration” Mobile App તૈયાર કરવામાં આવી છે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની “Mera Ration” Mobile app ના આધારે “My Ration”  Mobile app તૈયાર કરવામાં આવી છે.


ગવર્નમેન્ટ ટુ સિટીઝન છે આ એપ્લિકેશન


આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે. “My Ration” Mobile app રેશનકાર્ડ ધારકોની સ્થાનિક જરૂરીયાત ધ્યાને લઈને ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં દરેક NFSA રેશનકાર્ડધારક તેના રેશનકાર્ડની વિગતવાર માહિતી, પરિવારના સભ્યોની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગત, જથ્થાની કિંમત, છેલ્લા ૬ માસના જથ્થાના વિતરણની વિગત વગેરે પ્રકારની પ્રાથમિક માહિતી મેળવી શકે છે.


કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન


મોબાઇલ એપ્લિકેશનમાં વપરાશકર્તાએ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરીને પોતે રજીસ્ટર  કરાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર ફરજીયાત રહેશે. દરેક રેશનકાર્ડધારક પોતે વાપરતા હોઇ તે જ મોબાઈલ નંબર દાખલ કરે તે ખુબ જરૂરી છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં પ્રવેશ કરી શકે છે.


આ એપથી શું મળશે વિગત


આ એપ થકી વપરાશકર્તા તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને રેશનકાર્ડની વિગત અને પરિવારની વિગતોની સાથે રેશનકાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો અને પોતાને મળવાપાત્ર જથ્થાની પણ વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત પોતે છ માસમાં કેટલો જથ્થો મેળવ્યો છે તે પણ જાણી શકે છે. આ એપ થકી રેશનકાર્ડ ઘારક દુકાનેથી જથ્થાની ખરીદી બાદ તેમના રેશનકાર્ડ પર થયેલ વિતરણ અંગેના બિલની રસીદ મેળવી શકે છે. આ એપ થકી રેશનકાર્ડને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવું, સરનામમાં સુઘારો કરવો, કાર્ડ વિભાજન, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ કઢાવવા જેવી સેવાઓ માટે રાજય સરકારના Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે. તેમજ રેશનકાર્ડઘારક જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી રજુઆતો માટે ઓનલાઇન ફરિયાદ કરી પોતાનો પ્રતિભાવ પણ ઓનલાઇન આપી શકે છે.