રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના કેસોમાં આવેલા ધરખમ વધારાના પગલે સૌ દોડતા થયા છે. કોરોના-ઓમિક્રોનના દરરોજ 4000થી વધુ કેસો નોંધાવા લાગતાં રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનીકોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્ર ને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે. રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદઆ બે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે.
નીચે મૂજબના નિયંત્રણો સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યા છે
રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં. ખુલ્લામાં મહત્તમ 400, બંધની જગ્યાની ક્ષમતાના 50 ટકા.
લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં 400, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા, લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.
અંતિમક્રિયા, દફનવિધીમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી
પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ- નોન એસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે (ઉભા રહેવાની મનાઈ) એસી બસ સેવાઓ 75 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવી છે.
સિનેમાં હોલ- 50 ટકા ક્ષમતા સાથે
જીમ- સમાવેશ ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
વોટર પાર્ક સ્વિમીંગ પૂલ- ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
લાઈબ્રેરી-ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
ઓડિટોરીયમ,એસેમ્બલી હોલ,મનોરંજન સ્થળો-ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
જાહેર બાગ બગીચાઓ- રાત્રિના 10 કલાક સુધી
ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો, ટ્યૂશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મર પરીક્ષાઓ માટેના કોચિંગ- સ્થળ ક્ષમતાના 50 ટકા સાથે
શૈક્ષણિક સંસ્થાઓ- રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તારીખ 31-1-2022 સુધી બંધ રહેશે. માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
શાળા, કૉલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગે પરીક્ષાઓ- કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સંકુલમાં રમતગમત- પ્રેક્ષકો વગર ચાલુ