ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના  રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ જાહેર કરવામાં આવશે.


રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરશે . બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે.


વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ ને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.


ઉલ્લેખનીય છે કે ધોરણ-12 રેગ્યુલર વિધાર્થીઓનું પરિણામ આવી ચુક્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે.


રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, જાણો હવે ક્યાં સુધી રહેશે નાઈટ કર્ફ્યૂ ?


ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મનપાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.


આ પહેલા 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.