નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે 30 સપ્ટેમ્બરે સાંજે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. મોદી સરકારે અનલોક-5માં 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ થીયેટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલશે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે ગુજરાત સરકારે સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.


મોદી સરકારે આ અંગેનો નિર્ણય ગુજરાતની વિજય રૂપાણી સરકાર પર છોડ્યો હતો. મોદી સરકારે મલ્ટિપ્લેક્સ અને થીયેટરો ખોલવાનો નિર્ણય તમામ રાજ્ય સરકારો પર છોડ્યો હતો. તેને અનુલક્ષીને રૂપાણી સરકારે સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે એવી જાહેરાત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલોક-5માં માત્ર 50 ટકા સીટો સાથે મલ્ટિપ્લેકસ અને સિનેમાઘરોને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 15 ઓક્ટોબર બાદ થિયેટરો ખોલી શકાશે પણ નિર્ણય રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતીને આધારે લેવાનો રહેશે.