Gujarat assembly election 2022: સંખેડા ભાજપના ઉમેદવારનો મતદાર ઉપર ગુસ્સે થતો એક વિડિયો વાયરલ થયો છે. મતદારે ગામમાં કામનો હિસાબ માંગતા ધારાસભ્ય અભેસિંહ તડવી રોષે ભરાયા હતા. 


"હવે બોલતા નહીં...હું છે તારે  : અભેસિંહ તડવી


તાંદલજા પંચાયતમાં કેટલા કામ આપ્યા ?  : મતદાર


90 લાખ રૂપિયા આપ્યા છે...રસ્તો પાછળનું નાળુ, હમણાં જ મંજૂર કર્યા ભાઈ..હવે કામ શરૂ થશે : અભેસિંહ તડવી


હવે શું હવે તો લૂંટાઈ ગયું ને 5 વર્ષ કર્યું શુ તમે : મતદાર 


સરપંચ 60 લાખ ખાઈ ગયો : અભેસિંહ તડવી


હ તો રૂબરૂ કરાઉ પછી આવું ના કહેતા : મતદાર


અરે કરાઈ દે ધારાસભ્ય છાતીવાળો છે : અભેસિંહ


ધારાસભ્ય છાતીવાળા ને એટલે વટથી વોટિંગ આપીએ : મતદાર


હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે, એબીપી અસ્મિતા આ વિડિયોની પુષ્ટિ કરતું નથી. મતદાન પહેલા ભાજપ નેતાના આ વીડિયોથી રાજકારણ ગરમાયું છે.


સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારો


સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. આ પથ્થરમારામાં એક નાના બાળકને આંખ ઉપર પથ્થર વાગી જતા ઈજા થઇ છે. હાલમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ પથ્થરમારો કોણે કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ અંગે પોલીસે તપાસ આરંભી છે. 


તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે બીજેપી પર આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું કે, કતારગામ વિધાનસભાની ચૂંટણી હારવાના ડરથી ભાજપના ગુંડાઓએ આજે ​​મારી જાહેર સભા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે એક નાનું બાળક ઘાયલ થયું હતું. જો અમે 27 વર્ષમાં થોડું કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પથ્થર ફેંકવા ન પડત. ભાજપના પથ્થરબાજોને જનતા ઝાડુથી જવાબ આપશે.


જાણો ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઈટાલીયાએ શું આપી પ્રતિક્રિયા


સુરત મહિધરપુરા હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. 


વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની લીડ ઉમડી હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, Eને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.


સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આપના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાજરીમાં આપમાં સામેલ થયા હતા. અલ્પેશ કથીરિયાએ ખેસ અને ટોપી પહેરાવી તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.