Gujarat School:  ઠંડીની સીઝનમાં હવેથી વિદ્યાર્થીઓએ જેતે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની જરૂર નહીં પડે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. જે પણ શાળાઓ મનમાની કરશે અને વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ જાહેર કરાયા છે.


સ્વાભાવિક રીતે શિક્ષણ રાજ્યમંત્રીનો આ આદેશ વાલીઓ માટે રાહતજનક છે. આ જ મુદ્દે આજે જ પરિપત્ર જાહેર થશે. એટલુ જ નહીં અતિશય ઠંડીના દિવસોમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય જે તે જિલ્લાના શિક્ષણાધિકારીઓ લઈ શકશે.


શિયાળાની ઋતુ શરૂ થતા ની સાથે જ વિદ્યાર્થીઓને ચોક્કસ યુનિફોર્મનું સ્વેટર પહેરવા માટે કોઈપણ સ્કૂલ ફરજ પાડી શકશે નહીં. જો કોઈ શાળા ચોક્કસ કલર કે તેમના નિધર્રિીત યુનિફોર્મ પહેરવા માટે દબાણ કરશે તો તેવી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.


શિયાળાની ઋતુ શરૂ થતા જ વહેલી સવારે પવન સાથે ઠંડી પડતા શાળાએ જતાં વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરીને આવવાની છૂટ આપવા રાજકોટ જિલ્લાની તમામ શાળાઓની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી શાળાઓએ પણ વિદ્યાર્થી ઈચ્છે તે પ્રકારનું ઠંડીનું સ્વેટર કે જેકેટ પહેરી શકે તેવી છૂટ આપવામાં આવી છે.