ગુજરાતમાં સતત વધી રહેલા  કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.  ગુજરાત સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.  હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


રાજ્યના આઠ મહાનગરોમાં 10 એપ્રિલ સુધી તમામ શાળા કૉલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર , ગાંધીનગર જૂનાગઢ અને ભાવનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલો બંધ રહેશે.  10 એપ્રિલ સુધી  રાજ્યમાં સંક્રમણ વધતા સ્થિતીને જોઈએ  આજે મળેલી  બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  10 એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે.  રાજ્યમાં  હોસ્ટેલ ચાલુ રહેશે.


આ નિર્ણય તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓને લાગુ પડશે.  સ્કૂલ 8 મનપાની તમામ શાળાઓ નું પ્રત્યક્ષ કાર્ય બંધ કરી ને ઓનલાઇન શિક્ષણ આપવામા આવશે. 8 મનપા સિવાયનાં રાજયના વિસ્તારમાં તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રહેશે.  8 મનપા સિવાયનાં વિસ્તારમાં ઓન લાઇન ઓફલાઇન પરીક્ષાઓ લેવામાં આવશે અને શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેશે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા  આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, શાળા-કોલેજો ચાલુ રાખવી કે નહીં સંદર્ભે અને આવનાર તહેવારોની ઉજવણી સંદર્ભે આજે બેઠક કરીશું ને પછી જાહેરાત કરીશું. તેમણે કહ્યું કે, આજની બેઠકમાં શાળા-કોલેજો ચાલુ કરવા ઉપરાંત  પરીક્ષા લેવા અંગે પણ નિર્ણય કરીશું. રાજ્યની ઘણી શાળાઓમાં કોરોનાના કેસો ધડાધડ આવવા માંડતાં સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ કારણે રાજ્યની તમામ સ્કૂલ-કોલેજો બંધ કરવાની માગ ઉઠી છે. સ્કૂલોમાં લેવાનારી પરીક્ષા પણ ઓફલાઈન નહી પણ ઓનલાઈન લેવાની માગ થઈ રહી છે.


રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી અને હાલમાં રાજ્ય સરકાર નાઈટ કરફ્યુનો કડક અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.