નર્મદાના ડેડીયાપાડામાં MLA ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે. અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખને થપ્પડ માર્યાના આરોપમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવા વિરુદ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કરાયો હતો. આજે બપોર બાદ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાશે. LCB ઑફિસ બહાર SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Continues below advertisement

લાફાકાંડ મુદ્દે ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યએ આવુ કૃત્ય ન કરવું જોઈએ. આવી રીતે હુમલો કરવો ધારાસભ્યને શોભતું નથી. ગુનો કર્યો છે એટલે કાર્યવાહી થવી જોઈએ. લોકોને ધમકાવવા, મારવા ચૈતર વસાવાનું કામ છે.

નોંધનીય છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પ્રાંત કાર્યાલય ખાતે યોજાયેલી ATVTની સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કથિત ઝઘડા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને ચૈતર વસાવાની ધરપકડ કરી અને મામલાની તપાસ શરૂ કરી છે. બેઠકમાં ચૈતર વસાવાએ સમિતિમાં ઉદ્યોગપતિ અક્ષય જૈન સહિત છ સભ્યોના સમાવેશ અને તેમના કાર્યોની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Continues below advertisement

ચૈતરે દાવો કર્યો હતો કે સમિતિમાં આ 6 સભ્યોની પસંદગીનો વિરોધ હતો અને આ બાબતે ચર્ચા શરૂ થઈ હતી કે સમિતિમાં ફક્ત ચૂંટાયેલા સભ્યો જ રહેવા જોઈએ. અને વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને બે અઠવાડિયા સુધી કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કહ્યું કે આ સમિતિના સભ્યો છે, અમે નક્કી કર્યું છે. તેમનું કામ થશે અને મીટિંગો પણ યોજાશે. આ બાબતે બંને પક્ષો વચ્ચે ચર્ચા ઉગ્ર બોલાચાલી થઇ હતી અને જેના કારણે કથિત રીતે ઝપાઝપી થઈ હતી.

ધારાસભ્ય ચૈતરના સમર્થકો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીનો આરોપ છે કે ચૈતર સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પોલીસે તેમની ફરિયાદ સાંભળી નહીં અને તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અને વહીવટીતંત્રે ભાજપ સાથે મળીને લોકશાહીની હત્યા કરી છે. ચૈતરને તેમના વકીલને મળવા દેવામાં આવ્યા ન હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે વિવાદ પછી ચૈતર વસાવાને નર્મદાના રાજપીપળા સ્થિત એલસીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.