Drugs seized: કોસ્ટગાર્ડને જોઇ 312 કિલો ડ્રગ્સ દરિયામાં ફેંકી, બોટ પાકિસ્તાન ભાગી: ATS
ગુજરાત ATSને આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 300 કિલો ડ્રગ્સ દરિયાઇ સીમાથી ઝડપી પડ્યું છે.

Drugs seized: ગુજરાત એટીએસએ પ્રેસ કોન્ફરસન્સ યોજીને આજે 300 કિલો કિલો ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, 12 અને 13 એપ્રિલે બાતમીના આધારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેના પગલે એટીએસને મોટી સફળતા મળતા ગુજરાત દરિયાઇ સીમા પરથી 312 કિલો ડ્રગ્સ અંદાજિત કિંમત 1800 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
આ દરમિયાન એટીએસે ડ્રગ્સના કનેકશન અને નેટવર્કની દરેક માહિતી વિશે મીડિયાને સમક્ષ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરી હતી. ATSએ રજૂ કરેલી માહિતી અનુસાર 400 કિલો ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી. ડ્રગ્સનો જથ્થો તમિલનાડુની બોટ લેવા આવવાની હોવાની માહિતી મળી હતી. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સનો જથ્થો લવાયો હતો. કોસ્ટગાર્ડને જોતા જ આરોપી ડ્રગ્સ દરિયામાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ડ્રગ્સ ફેંકી પાકિસ્તાની બોટ પાકની જળસીમામાં જતી રહી હતી.ડ્રગ્સનો જથ્થો વાદળી કલરના પ્લાસ્ટિકના ડબ્બામાં હતો. 311 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. બાતમીને આધારે 12 અને 13 એપ્રિલે ઓપરેશન હાથ ધરાયું હતુ.
જેને દરિયામાં ફેંકીને તસ્કરો નાસી છૂટ્યા હતા
ICG જહાજને જોતાં, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રીને દરિયામાં ફેંકી દીધી અને IMBL પાર કરી ભાગી ગયા. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું અને વધુ તપાસ માટે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યું હતું. ડ્રગ્સના આટલા મોટા જથ્થાની જપ્તી એ ડ્રગ્સની હેરાફેરી સામે સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલનનો પુરાવો છે. ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સમાં આ મોટી સફળતાનો ખુલાસો કરશે. અગાઉ પણ ગુજરાતમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપ્યું હતું.























