ખેડબ્રહ્માઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક પછી એક શહેરમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લોકો લેવા લાગ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના વડાલી, તલોદ, હિંમતનગર સહિતના શહેરમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. હવે ખેડબ્રહ્મામાં પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે આજથી 6 ડીસેમ્બર સુધી ખેડબ્રહ્મા શહેર ત્રણ વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહશે.
પાલિકા અને સ્થાનિક વેપારીઓની મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધી 73 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 38 કેસ નોંધાયા છે. સાત દિવસ સુધી ખેડબ્રહ્મા બજાર બપોરના 3 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે.
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના વધુ એક શહેરમાં લોકોએ લીધો લોકડાઉનનો નિર્ણય, જાણો ક્યાં સુધી રહેશે બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Nov 2020 10:17 AM (IST)
ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધી 73 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 38 કેસ નોંધાયા છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -