ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ પડી રહ્યા છે. રાજ્યના રાજ્ય ચૂંટણી પંચે ખાલી વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની ઓક્ટોબરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે. નોંધનીય છે કે મોરવા હડફ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને બાયડ સહિતની સાત વિધાનસભા પર પેટાચૂંટણી યોજવામાં આવશે.


મળતી જાણકારી અનુસાર, આ સાત વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી ચૂંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ ની બદલી કરવા સૂચના આપવામાં આવી છે. પીએસઆઇ, ડીવાયએસપી, નાયબ મામલતદારથી લઇને ડેપ્યુટી કલેક્ટર સહિતના કર્મચારીઓની બદલી કરવામાં આવશે. પેટા ચૂંટણી વાળી બેઠકનો વિસ્તાર વતનમાં આવતો હશે તો આવા કર્મચારીઓની પણ બદલી કરાશે.