સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. ત્યારે જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.


જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગુરૂવારે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. 17 જુલાઈથી એટલે આજથી આગામી 26 જુલાઈ સુધી સવારે 7થી બપોરે 2 વાગે સુધી જ દુકાનો ખુલ્લી રહેશે ત્યાર બાદ તમામ દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમ અટકાવવા માટે જામનગરના જામ જોધપુરના વેપારીઓ સર્તક હોવાનું સામે આવ્યું છે. જામ જોધપુરમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.