ઉત્તર ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે મોડી સાંજે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી.
રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. ભાભર ત્રણ રસ્તા પાસે લાઈટની બે ડીપીમાં અલગ-અલગ જગ્યાએ વરસાદથી શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
24 કલાકમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાધનપુર તાલુકામાં સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસતાં બાળકોએ ન્હાવાની મજા માણી હતી. અઢી ઈંચ વરસાદથી રાધનપુર પંથકના ખેડૂતો સહિત વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતાં. જ્યારે રાધનપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં નોંધાયો છે. રાધનપુરમાં 2.6 મીંચ વરસાદ નોંધાયો હતો. પાટણમાં 19 મીમી, ચાણસ્મામાં 32 મીમી, હારીજમાં 22 મીમી, સમીમાં 16 મીમી, શંખેશ્વરમાં 13 મીમી, સાંતલુપમાં 11 મીમી, સિદ્ધપુરમાં 03 મીમી અને સરસ્વતીમાં 066 મીમી વરસાદ નોંધાયો હતો.
પાટણ જિલ્લાના રાધનપુરમાં ભારે વરસાદને કારણે ડીપીમાં થયું શોર્ટ સર્કિટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2020 09:49 AM (IST)
રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. ભાભર ત્રણ રસ્તા પાસે લાઈટની બે ડીપીમાં અલગ-અલગ જગ્યાએ વરસાદથી શોર્ટ સર્કિટ થયું
- - - - - - - - - Advertisement - - - - - - - - -