અમદાવાદ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને (Maharshtra Corona Cases) રોકવા માટે કડક લોકડાઉનની (Lockdown) આવશ્યક્તા છે એવું મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં સાફ શબ્દોમાં કહ્યું. ઉધ્ધને આ માટે રવિવારે બેઠક પણ બોલાવી છે અને તેમા સંપૂર્ણ લોકડાઉનનો (Compelete Lockdown) નિર્ણય લેવાઈ જસે એ નક્કી છે. મહારાષ્ટ્રના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન (Gujarat Lockdown) લગાવી દેવાશે એવી અફવા શરૂ થઈ છે ત્યારે  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હાલ કોઈ લોકડાઉનની વિચારણા નથી અને કેસો વધી રહ્યા હોવા છતાં લોકડાઉન નહીં લગાવાય. 


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે પણ કોરોનાના દર્દીની સારવાર માટે  રેમડેસિવિર ઇન્જેક્શનનો (Remdesivir Innection) પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. રાજ્ય રકાર કોરોનાને કારણે થતાં મૃત્યુના આંકડા છુપાવતી હોવાના આક્ષેપોને પણ તેમણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે,  કોરોનાને કારણે થતાં મૃત્યુની ગણતરીમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કો-મોર્બિડ દર્દીનાં મૃત્યુના પ્રાઈમરી અને સેકન્ડરી કારણો જોઈને તેમનું મૃત્યુ કોરોનાથી થયું કે કેમ તે નક્કી કરવામાં આવે છે.


કોરોના  વકરી રહ્યો છે તેના કારણે ગંભીર સંજોગો સર્જાયા છે પણ ગુજરાત સરકાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી નથી એવું સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું.  કોરોનાના દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું વહેલું ડિટેક્ટ કરી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે વિજય રૂપાણીએ શનિવારે 20 નવા ધન્વન્તરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન દેશના કોઈપણ રાજ્ય પાસે ઉપલબ્ધ ન હોય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.


મહારાષ્ટ્રમાં રાજ્યની કોરોનાની પરિસ્થિતિ નિહાળતા જનતા તથા તમામ રાજકીય પક્ષોvs સહકાર આપવા મુખ્ય પ્રધાને અપીલ કરી હતી. રાજ્યના નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ 14 દિવસનું લોકડાઉનની જરૂર છે  જ્યારે મુખ્ય પ્રધાન માત્ર આઠ દિવસના લોકડાઉન મૂકવા પર વિચારી રહ્યા છે. આઠ દિવસ બાદ ધીમે-ધીમે લોકડાઉનને હળવું કરાશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.