અમરેલીમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અતિ ભારે વરસાદ આગાહીને લઈ જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી. આ તરફ શાહીન વાવાઝોડાની આશંકાના પગલે જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.


એવી સંભાવના છે કે, ગુરુવાર સુધીમાં ભારે વરસાદની આગાહી છે. તેના કારણે જૂના અને નવા બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ભારેવરસાદની આગાહી વચ્ચે દ્વારકાના ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જિલ્લાના તમામ બંદરો પર માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી..તો ઓખા, દ્વારકા, સલાયા, નાવદ્રા, ભોગત, હર્ષદ સહિતના બંદરોને પણ જાણ કરાઇ છે.


તો આ તરફ ખરાબ હવામાને લઈ  મત્સ્યોદ્યોગ કમિશ્નરે આદેશ કર્યા છે. માછીમારોને ટોકન ઈસ્યુ ન કરવા માટે સુચના આપવામા આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે આદેશ કરવામાં આવ્યા છે. નવી સુચના ના મળે ત્યાં સુધી માછીમારોને ટોકન ઈશ્યુ નહી કરાય. હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. ગુજરાતમાં બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ કેટલાક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામા આવ્યું છે.


ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા પ્રશાસન અલર્ટ મોર્ડમાં છે. જિલ્લા કલેક્ટરે દરિયા કિનારા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ડુમસ, સુવાલી અને ઓલપાડના દરિયા કિનારે 30 અને 1 ઓક્ટોબર એમ 2 દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે.


અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે. સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સાથે પવન પડ્યો છે. અમરેલી જિલ્લામાં સીઝનનો અત્યાર સુધી 107 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજુલા તાલુકામાં  સૌથી વધુ સીઝનનો 115 ટકા વરસાદ ખાબક્યો છે.