ગાંધીનગર: રાજ્ય પર હિકા વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. હીકા વાવાઝોડાના જોખમને લઈને વેરાવળ અને દીવના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


વાવાઝોડાના ખતરાને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દ્વારકા અને કચ્છ દરિયા કિનારે પણ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે.

જૂનાગઢના માંગરોળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. વાવાઝોડાના સંકટને લઈને માછીમારી કરવા માટે ગયેલી 1 હજાર 850 જેટલી બોટને પરત બોલાવાઈ છે. સ્થાનિક પ્રશાસને લોકોને દરિયા કાંઠાથી દૂર રહેવાની અપીલ કરી છે.