પહલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ વધ્યો છે. પહલગામ હુમલાનો બદલો લેવા સેનાએ સફળ ઓપરેશન સિંદૂર પાર પાડ્યાં બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય નથી. આવી સ્થિતિમાં બોર્ડરની ગામો એલર્ટ પર છે. બનાસકાંઠાના સરહદી ગામોમાં પણ સાયરન લગાવાયા છે. આ સાયરનો અવાજ ત્રણ કિમિ સુધી સંભળાશે. બનાસકાંઠાના પાડણ, મેઘપુરા, માંસાલી, જલોયા, બોરુ, દુદાસણ, સુઈગામમાં સાયરન લગાવાયા છે. કુદરતી આફતો અને યુદ્ધની સ્થિતિમાં આ સાયરનનો ઉપયોગ થાય છે. જે ત્રણ કિમી સુધી સંભળાશે.
સાયરન વગાડવાનો હેતુ
યુદ્ધ દરમિયાન જ્યારે યુદ્ધનું સાયરન વાગે છે, ત્યારે તેના ઘણા અર્થ થાય છે. ઉદાહરણ તરીકે, હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવે છે. આ ઉપરાંત, આ સાયરન વાયુસેના સાથે રેડિયો સંપર્ક સક્રિય કરવા, હુમલા દરમિયાન નાગરિક સંરક્ષણની તૈયારી ચકાસવા, હુમલા દરમિયાન બ્લેકઆઉટ માટે અને કંટ્રોલ રૂમની તૈયારી તપાસવા માટે વગાડવામાં આવે છે.
યુદ્ધનો સાયરન વાગે તો શું કરવું?
- સૌ પ્રથમ સલામત સ્થળોએ જાઓ અને પોતાને બચાવો.
- 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જાઓ.
- જો સાયરન વાગે તો બિલકુલ ગભરાશો નહીં.
- સાયરન વાગતાની સાથે જ ખુલ્લા વિસ્તારોથી દૂર જાઓ.
- ટીવી અને રેડિયો પર આવતા ચેતવણીઓ ધ્યાનથી સાંભળો
યુદ્ધના સાયરનને કેવી રીતે ઓળખવું?
યુદ્ધ દરમિયાન વાગનાર યુદ્ધ સાયરન 2 થી 5 કિમી દૂર સુધી સંભળાય છે. યુદ્ધનો સાયરન સામાન્ય એલાર્મ જેવ હોય છે પરંતુ એમ્બ્યુલન્સના સાયરનથી અલગ હશે. આ એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ હશે જે 120-140 ડેસિબલ સુધી અવાજ કરે છે. તેનો હેતુ હુમલા પહેલા હવાઈ હુમલા વિશે માહિતી આપવાનો રહેશે.
જમ્મુ-જોધપુરથી લઇને ભુજ-રાજકોટ સુધી, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ અનેક શહેરોની ફ્લાઇટ કરી રદ્દ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેએ મંગળવાર માટે કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચંડીગઢ અને રાજકોટ સહિત કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવા અંગે અપડેટ પણ આપ્યું છે.
ઇન્ડિગોએ ‘એક્સ’ પર ફ્લાઇટ રદ કરવા અંગે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે "તમારી સલામતી અમારી પ્રાથમિકતા છે. 13 મે માટે જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે સમજીએ છીએ કે આનાથી તમારી મુસાફરી યોજનાઓ પર અસર પડશે. અમારી ટીમ પરિસ્થિતિને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. ટૂંક સમયમાં તમને અપડેટ આપીશ.