રાજકોટ:  રાજકોટની હાઈપ્રોફાઈલ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. ગુરુવારે રાત્રે પોલીસને યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેને તપાસ માટે FSLમાં મોકલી દેવાયા છે.  આજે બીજા દિવસે પણ પોલીસે 5થી 7 છોડ કબજે કર્યા છે.  ગાંજાના છોડ કોણે વાવ્યા, બિયારણ કેવી રીતે લવાયું, તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 


ગઈકાલે ગાંજાના છોડ પકડાયા બાદ યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસ પર દબાણ લાવી મામલો રફેદફે કરવાની કોશિશ કરી હતી.  મારવાડી યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચર્ચા છે કે, આફ્રિકા અને નાઈઝિરિયાના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે.  જે વિસ્તારમાંથી ગાંજાના છોડ મળ્યા તે વિસ્તારમાં બોયસ હોસ્ટેલ આવેલી છે, જ્યાં નાઈઝિરિયન વિદ્યાર્થીઓ રહે છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગાંજાના છોડ મળવા બાબતે SITની રચના કરવામાં આવી છે. રાજકોટ પોલીસ સાંજ સુધીમાં ખુલાસો કરશે. 


CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને  CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા


CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.


CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.


જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.









દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.