યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દારૂના નશામાં કેટલાક શખ્સોએ રાજસ્થાનની બસ પર પથ્થરમારો કર્યો હતો. દારૂના નશામાં કેટલાક યુવકોએ બાઈક લઈને જોધપુરથી હિંમતનગર જતી બસનો પીછો કર્યો હતો અને તેના પર પથ્થરમારો કર્યો હતો. બસ રાજસ્થાનના પાલી ડેપોની છે. જો કે બનાવની જાણ થતા પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી.


બિસ્માર રસ્તાઓની વાહન ચાલકો પરેશાન


બીજી તરફ બનસાકાંઠામાં બિસ્માર રસ્તાઓની વાહન ચાલકો પરેશાન થયા હતા. ઈકબાલ ગઢથી વિરમપુર અને અંબાજી જવાનો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં છે.  માર્ગ અને મકાન વિભાગે નવો રોડ બનાવવાની મંજૂરી આપી હતી. જો કે મંજૂરી બાદ કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને માટીકામ અને કોક્રીટનું કામ કરવામાં આવ્યું છે પરંતુ ત્યાર બાદ છેલ્લા કેટલાય વર્ષોથી ડામર કામ કરવામાં આવતું નથી. જેના કારણે ઈકબાલ ગઢથી વિરમપુર,અંબાજી, અમીરગઢ તરફ જતા વાહન ચાલકો પરેશાન થયા છે. રોડ પરથી ઉડતી ધૂળ અને રોડ પરથી ઉડતી કાંકરી અકસ્માતનું જોખમ સર્જે છે અને જેને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકોની માંગ છે કે આ રોડનું કામ સત્વરે થાય અને લોકોની મુશ્કેલીઓને અંત આવે.


સુરતની મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે.  કામરેજના ખોલવડ પાસે તાપી નદીમાં કુદી મહિલાએ જીવન ટૂકાવ્યું છે.  કામરેજ પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા હતા. તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનું નામ કોમલ નિમાવત છે. એક વર્ષ પહેલાં મહિલાના છૂટાછેડા થયા હતા. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


તાપી નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક મહિલા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી ધરી હતી.