Somnath Mandir: દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવવા માટે સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની તૈયારીઓને લઇને સમાચાર છે કે, સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે, એટલું જ નહીં આવતીકાલે મહાશિવરાત્રી પર્વને લઇને સવારે 9.30 વાગ્યાથી પાલખીયાત્રા નીકળશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ અને ભક્તોને કોઇ સમસ્યાઓ ના નડે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 3 દિવસ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બંધ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા માટે પણ પ્રથમ વખત અહીં મોટા પાયે સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈયાર રાખવામાં આવી છે. આવતીકાલે સવારે 4 વાગ્યે મંદિર ભક્તો માટે ખુલી દેવામાં આવશે. સવારે 7 વાગ્યે આરતી થશે અને બાદમાં 9.30 વાગ્યાથી પાલખીયાત્રા શરૂ કરાશે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. તેમજ સોમનાથ આવનાર ભક્તોને 25₹માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ: દર્શન પ્રારંભ સવારે ૪-૦૦ કલાકેપ્રાતઃમહાપૂજા પ્રારંભ ૬-૦૦ કલાકેપ્રાતઃઆરતી ૭-૦૦ કલાકેલઘુરૂદ્ર યાગ સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)શ્રી પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮-૩૦કલાકેશ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકેશ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે ૦૯-૦૦ થી ૧૦-૦૦ કલાકેશ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦-૦૦ થી ૧૧-૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસરમધ્યાન્હ મહાપૂજા ૧૧-૦૦ કલાકેમધ્યાન્હ આરતી બપોરે ૧૨-૦૦ કલાકેમહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહમહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩-૦૦ થી ૦૬-૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિરશ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪-૦૦ થી ૮-૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ ૬-૦૦ થી ૬-૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસરસાયં આરતી સાંજે ૭-૦૦ કલાકેશિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮-૩૦ કલાકેશિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮-૪૫ કલાકેશિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ કલાકેશિવરાત્રી જ્યોતપૂજન ૧૦-૧૫ કલાકેશિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકેશિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી ૧૨-૩૦ કલાકેશિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ ૨-૪૫ કલાકેશિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩-૩૦ કલાકેશિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ ૪-૪૫ કલાકેશિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-૩૦ કલાકે
આ પણ વાંચો