સોમનાથ મંદિર આવતીકાલથી અચોક્કસ મુદત સુધી બંધ, શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 10 Apr 2021 03:08 PM (IST)

સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

ફાઈલ તસવીર

NEXT PREV

સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક ગામડાઓમાં અને શહેરમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન અને બંધના નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આવતીકાલ એટલે કે 11 એપ્રિલથી સોમનાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન નિર્ણય કરવામાં આવ્ય છે.


સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.




આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.






નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.




 



 
Published at: 10 Apr 2021 03:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.