ગાંધીનગર: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.  10 થી 13 જૂલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ તથા દીવમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લાવાર રેડ એલર્ટ તથા ઓરેંજ એલર્ટ અપાયું છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. 


રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, અરવલ્લીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી એક કલાકમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. આ સિવાય રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે આપી છે. 


દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   સોમવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ વરસી શકે છે.  આજે નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ  અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે  જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. 


સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.  મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ભરૂચ, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર,દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.